"તમે બોલો" 😜🤔
લોકડાઉનમાં બાગ - બગીચા બંધ છે, ૮ થી ૪ની સમયમર્યાદા હોવાથી "મીંગલ" કે "જોડીયા"ઓને બહુ તકલીફ પડી રહી છે વાત કરવાની.(તમે સમજી શકો છો..)
આજે એ જ વિષય પર...
માંડ માંડ સમય કાઢી છોકરી હાંફતા હાંફતા દાદરા ચડીને અગાશી પર પહોંચી અને ફોન કર્યો તેના....ને અને પેલી જ રિંગમાં ધડાંગ દઈને સામેની વ્યક્તિએ ફોન ઉપાડી લીધો !
છોકરો બોલ્યો , "હા બોલો"
છોકરી , "ના, તમે બોલોને..."
"અરે બેબી તું બોલને દરવખતે હું જ બોલું..? લેડીઝ ફર્સ્ટ" છોકરાએ તરત જ જવાબ આપ્યો.
છોકરી ફરી બોલી, "અરે, ના ના, આજે તો તમે બોલો અને હું સાંભળું બધું..."
આમ કરતા કરતા
"તમે બોલો,
તમે બોલો" ની લપમાં તો પૂરી ૧૦ મિનિટ ક્યાં વીતી ગઈ એની ખબર જ ના પડી.
ત્યાં તો નીચેથી મમ્મીએ બૂમ પાડી,
"ક્યાં છો..?
નીચે આવને તારું કામ છે.."
🤣😂
- યશ સોમૈયા ✍
આવાઝ