આપણી અંદર રહેલી અક્કડતા જ કોઈની સામે નતમસ્તક થવા દેતી નથી. જો કોઈ આપણી ઈચ્છા વિરુદ્ધ નમાવે તો, ભીતર ભરેલો અહંકાર વાતે વાતે બટક્યા કરે. અંતે એ પોતે તો બટકે પણ સાથે સાથે આપણને ય વેરવિખેર કરી દે. એ બટકણી સમજણ થકી વિખેરાયેલી જાતને સમેટવી લગભગ અશક્ય છે.
સ્વભાવ તો દરેકને પોતાનો આગવો હોય, ને હોવો જ જોઈએ. એમાં કંઈ અન્યની કૉપી ન થઈ શકે. પણ, એ જ અક્કડપણાંને સમયે સમયે સમજણનાં દિવેલથી ઊંજણ કર્યા કર્યું હોય. તો, એ એનો બટકવાનો સ્વભાવ છોડી દે ને થોડી લવચીકતા આપોઆપ આવી જાય.
~Damyanti Ashani