ક્યારેક એવું ય થાય
કે હું બોલાવું તને
તું આવી જાય
મારી રડતી આંખો ને
હસાવી જાય
મારા મૌન ને સાંભળી
વાત કરી જાય
મારા અટકી ને
ચાલતા શ્વાસ ને
વેગ આપી જાય
હું કઈ જ ના બોલું
છત્તા બધું સમજી જાય
હું કરું કહાની ચાલુ
તેને સુંદર અંત તું
આપી જાય
મારા તપ નું ફળ
મને આપી જાય