Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિરોધાભાસ પણ કેવો ?
એકને અન્નની ભુખ છે. બીજાને મનની
એક મજબૂરીને કારણે ચાલતો જાય છે
બીજાને મજબૂરીમાં ચાલવાં જવું પડે છે
એકને બ્લડ કેટલું ઓછું છે ? તેનો ટેસ્ટ કરાવવો પડે છે
બીજાને બ્લડમાં કયો રોગ છે ? તેનો
એકને ઘરનાં ટેન્સનમાં ઉંઘ નથી આવતી
બીજાને ધંધાના ટેન્સનમાં
એકને શું પહેરું ? એની ચિંતા છે
બીજાને કયુ પહેરું ? એની
એકને પ્રસંગ કઈ રીતે પાર પડશે ? એની ચિંતા છે
બીજાને પ્રસંગ ક્યાં રાખું ? એની
એકને પૈસા-દાગીના ક્યાંથી અને કઈ રીતે આવશે ? એની ચિંતા છે
બીજાને ક્યાં મુકવા ? એની
એકને કોઈ બોલાવતુ નથી એની ચિંતા છે
બીજાને બોલવાનો સમય નથી તેની
એકને પરિવારને ફરવા લઈ જવો છે. સમય છે - પૈસા નથી
બીજાને પણ પરિવારને ફરવા લઈ જવો છે. પૈસા છે - સમય નથી
એકને મોબાઇલ લાવી શકશે કે નહીં તેની ચિંતા છે
બીજાને મોબાઇલ ઉપાડવાનો સમય નથી તેની
એક બીમાર હોવાં છતા,સમય હોવાં છતા પૈસાના અભાવે દવા ખાઈ શકતો નથી
બીજો સમય નાં હોય,ખાસ બીમારે નાં હોય છતા, દવા સીવાય બીજુ કંઈ ખાઈ શકતો નથી

શૈલેષ જોશી

Gujarati Thought by Shailesh Joshi : 111442803
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now