"શોખ કેટલાંક હું શાનદાર રાખું છું "
મુશ્કેલ પળોમાં પણ મુજ મુખ પર,
મસ્ત મજાની એક મુસ્કાન રાખું છું.
સર કરું છું સફળતાનાં શિખરો કેમકે,
ખુદ પર ને ખુદા પર વિશ્વાસ રાખું છું.
ક્યાંય પણ હોઉં, કોઈપણ પરિસ્થિતિમાં,
ઈશ્વર નાં ઉપકારો હંમેશા યાદ રાખું છું.
એને મળવા નો સમય હું ખાસ રાખું છું.
પ્રાર્થનાની શક્તિ પર હું વિશ્વાસ રાખું છું.
વિપરીત પરિસ્થિતિ થી ડરતો નથી હું,
મમ્મી પપ્પાનાં આશિર્વાદ સાથ રાખું છું.
- યોગેશ બી. ઠક્કર 😊
એને = ઇશ્વરને
#રાખવું