*સુખની તલાશ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ભ્રમ કરીને એકલો પડે !
છતાં તેને સુખની તલાશ ?
પ્રેમ આપનારને શંકા કરે !
છતાં તેને સુખની તલાશ ?
અવિશ્વાસ કરીને પોતે બળે !
છતાં તેને સુખની તલાશ ?
ભગવાન પર શંકા કરી વિશ્વાસ મૂકે !
છતાં તેને સુખની તલાશ ?
પરિવાર હોવા છતાં પણ, બીજાને પોતાના સમજે,
પોતાનાથી જ દૂર ભાગે, છતાં તેને સુખની તલાશ ?
અધર્મ પાપ અને અપમાન કરી, જીવન વ્યતીત કરે !
કોઈ સાથી સાથ છોડે, એટલે બોલે મને સુખની તલાશ.
આજુ બાજુ આટા મારતા સુખને તરછોડે !
ભગવાને આપેલું, એ તો સઘળું મૂકે !
છતાં એકલો એકલો બોલે, મને સુખની તલાશ.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
*TRUST ON GOD*