"કોરોના રુપી પતંગ"(કવિતા)
પતંગ આકાશમાં કોરોના રૂપી,સમીર ની સાથે ઉડે છે દોરી છે આપણા હાથમાં કારજી તની પછી ક્યાં ઉડી જાય છે.
પેચ લડાવા ના આવે કોઈ , સૌ કોઈ હેરાન છે
નબરાને કોણ બાજે, સજ્જન સૌ પરેશાન છે.
ના મળે કોઈ શેઢો તો ,આ જંગલ વેરાન છે
જો બેસે સમીર હેઠો તો આ પતંગ ની શી હિમ્મત છે
જાય નહી અધિક દૂર , ઢીલ ઓછી રાખજો
કોરોના રૂપી વાયરસ થી ધ્યાન સૌ નુ રાખજો
હોય જો કાગળ નો પતંગ ,તો નીરથી પલારતા
છે આતો પોલીથીનનો તો સરગાવા માં પણ બીક છે
અંત તો આપણે લાવવો જોઈએ, નહીં તો ખાલી મેદાન છે
કરો કંકુના ચાંલ્લા ને ,હિંમત રુપી આ દોરી આપણી તૈયાર છે.
ક્યાં જશે ઉડી અહીંયાથી ,દોરી છે આપણા હાથમાં
લડાવો પેચ જોર થી જાશે ઉડી એ સ્વર્ગના બાગમાં
હાશ થઈ ગઈ હવે સૌને ,ઉત્તરાયણ હવે ગઈ છે
હા હા કોરોનાની ઉત્તરાયણ હવે ગઈ છે
-Sagar