;
તું મને ચાહે છે ને .. !!
તો હું જેવો છું .. !!
તેવો જ મને સ્વીકાર .. !!
મારી ૧૬,૧૦૮ રાણીઓ .. !!
મને વ્હાલ કરતી અઢળક ગોપીઓ .. !!
મારા કરતાં પણ જેનું નામ લોકો .. !!
પહેલાં બોલે છે એવી મારી વ્હાલુડી રાધા .. !!
મારી સ્નેહાળ .. !!
સર્વ-શ્રેષ્ઠ સખી દ્રૌપદી .. !!
મારા માટે ઝેરનો પ્યાલો ગટગટાવી જનાર સીધી સાદી મીરા .. !!
મારી પટરાણી રુકમણી .. !!
આવી તો કેટકેટલી માનુનીઓના મનમાં હું વસેલો છું .. !!
આ બધાના પ્રેમપાશમાં અવશપણે બંધાયેલો એવો હું .. !!
હું તો આવો જ છું .. !!
મને તું આમ જ સ્વીકાર .. !!
બની શકે ઘણી વાર તને હું શુષ્ક અને જડ લાગીશ .. !!
તો વળતી જ પળે હું તને લાગણીભીનો લાગીશ .. !!
બધુંય વિચારવાનું છોડી મને મળ .. !!
કારણ હું તો આવો જ છું .. !!
મને તું આમ જ સ્વીકાર .. !!
ભલે મારા તરફથી ત્વરિત પ્રતિસાદ ના મળે કે .. !!
એમાં થોડું મોડું થાય .. !!
પણ તું પૂરી ગતિથી મારી તરફ વહેતી જ રહે .. !!
મનમાં કોઈ જ સંશય વગર .. !!
આમ તો હું પૂરેપૂરો વફાદાર છું .. !!
હું તો આવો જ છું .. !!
મને તું આમ જ સ્વીકાર!!!