#રાખવું
છું ચોતરફ નિરાશાથી ઘેરાયેલ,
પણ આશાઓ મનમાં હજાર રાખું છું,
છું વિનમ્ર અને શાંતિપ્રિય હરહંમેશ હું,
પણ કલમ ના શબ્દો ધારદાર રાખું છું,
લક્ષ્ય સિદ્ધિ માટે તત્પર થઈ હું,
અથાગ પરિશ્રમ અને પ્રયત્નોની ભરમાર રાખું છું,
થાકું છું ખુબ પણ એક દિવસ પામીશ હું મારા લક્ષ્યને,
મનમાં આત્મવિશ્વાસ અને ઈશ્વરમાં શ્રદ્ધા અપાર રાખું છું...