#રાખવું
કાઢયો ખજાનો ભૂતકાળની મધમીઠી યાદોનો
મારે મન ખજાનો ને અન્ય ને એ ભંગાર...
શું #રાખવું કેમ રાખવું વિષય બન્યો ચર્ચાનો
યાદો મારી જોડાયેલી ને અન્ય કરે વિચાર...
બાપુજી ના ચશ્મા-લાકડી ને મા નો એ પટારો
લાગે વ્હાલો મને સંસ્મરણોનો એ ભંડાર...
આટલા મોટા ઘરમાં નથી મારો એક ખૂણો
હ્રદયમાં જ રાખી લીધો મારો એ સંસાર...
કેમ રે સમજાવું રાખો મારી યાદોનો ખજાનો
મારે મન તે મારા જીવથીયે વહાલો...
kittu
.