સ્વપ્ન થઈ ગયા
એમને તો ઘણી મુલાકાતો યાદ નથી
અમે તો પહેલી નજરમાં એમના થઈ ગયા
આવ્યા છે લાલા ચુંદળી ઓઢીને
મહફિલમાં બધા એમના દિવાના થઈ ગયા
ગજલમા વખાણ કર્યા એમના ને
અમે ખુદ બેગાના થઈ ગયા
એમનો નશો એવો હતો કે છલકાયાં બધા જામ
ને ખાલી પાયમાના થઈ ગયા
રંગ જામ્યો તો મહફિલમાં એમની સાથે
ત્યા તો આંખ ખુલી ને એ પાછા સ્વપ્ન થઈ ગયા.