કોરોનાગ્રસ્ત કનક્વો
કોણ જાણે કેમ પણ મને આજે સવારથી #પતંગ પર શું લખવું તે સુજતુ નહોતું. અને છેક સાંજ પડી ગઈ.
સાંજે હું મારા વરંડામાં ઊભો હતો અને મારી નજર આકાશમાં પડી, તો મે શું જોયું કે એક #પતંગ મારી સોસાયટીના આકાશમાં ઉડી રહ્યો હતો. અને બીજો પતંગ બાજુની સોસાયટીના આકાશમાં ઉડતો હતો. બંને એકબીજાથી દૂર ઉડતા હતા અને અડવાની કોશિશ નહોતા કરતાં, જાણેકે કોરોનાના ડરથી સોશ્યલ ડિસ્ટન્સ ના પાળતા હોય ગવર્મેન્ટ ની ગાઈડ લાઈન મુજબ!
એક ચાંદેદાર હતો એણે માસ્ક નહોતું પેહર્યું જ્યારે બીજાએ માસ્ક પહેર્યું હોવાથી હું ચહેરો ન ઓળખી શક્યો ખબર હતી કે એ #પતંગ જ છે છતાંયે.
બંને #પતંગ થોડીકવાર પોતપોતાના આકાશમાં ઉડયા અને નીચે ઉતરી ગયા કારણકે સાંજે સાત વાગ્યાથી સમગ્ર ગુજરાતમાં ચુસ્ત કરફ્યુ ના અમલીકરણ નો સમય થવા આવ્યો હતો.
#પતંગ