અે નાની શી, માસૂમ શી,
ઉછળતી, કૂદતી,
મુક્ત ગગનના આશકા લઈ ,
ખુલ્લી હવામાં ફરકાતિ,
માંજા ફિરકી જોઇ છલકાતી
જાણે મા-બાપ જોઇ મલકાતી,
બસ થોડો જ સમય છે,
માંજો ખૂટશે, ફિરકી છૂટશે,
મસ્તી અેની મંદ થશે,
બીજે ઠેકાણે ચાલી જશે,
જો મળશે મહેબૂબની માંજા ફિરકી,
ફરી ઉડશે, જીવી જાણશે,
મારી ઢીંગલી પતંગ શી ભાસે...
#પતંગ