કેમ છે.. મજામાં ?? પૂછી લેજે.
સમય સાથે બધું બદલાશે,
ઉંમર ને પણ કાટ લાગશે.
વર્ષોથી ચાહું છું તને.
પણ હવે મળવું 'શ્રાપ' લાગશે.
કદાચ દેખાઉં રસ્તે તારા ,
તો આંખના ખૂણા લૂછી લેજે.
કેમ છે..મજામાં ?? પૂછી લેજે.
આંખો ઊંડી ઉતરી હશે,
કદાચ વાળ છૂટક જરીક હશે.
દાંત ની જગ્યા ખાલી દેખાય તોય થોડું મલકી લેજે.
કેમ છે..મજામાં ?? પૂછી લેજે.
પગ જવાબ દઈ ગયા હશે ,
કાનમાં બહેરાશ થઈ હશે.
ધ્રુજતા હાથે લાકડી પકડી.
"તને" જોયા કરું..તો જોવા દેજે.
કેમ છે મજામાં ?? પૂછી લેજે.
"તને" જ જોતા જીવ્યો છું ,
"તને" જ જોતા મરવું છે.
અંતિમ સમયે આવે તો એકવાર
"પ્રેમ નજર" કરી લેજે.
કેમ છે મજામાં ?? પૂછી લેજે.
મારી ચિતાની રાખ લઈ થોડી,
તારા ઘરે ફુલના કુંડામાં નાખજે.
તારી બારીએ ગુલાબ બની,
મર્યા પછી મહેકવા દેજે.
કેમ છે મજામાં ?? પૂછી લેજે..
અશોક ઉપાધ્યાય.
"પાગલ'