#પતંગ
તૈયાર છું તારી પતંગ બની ઉડવા
માંજો મારો તું છે બડો મજબૂત

લઈ જા તું મને વિહરવા ને આકાશ
ઢીલ છોડજે ખૂબ પણ બાંધજે કસીને

મન મુકી ને ટહેલિશ તારી સંગ હું
મુલાયમતા માણીશું પેલા વાદળની

બસ હું તારી પતંગ ને તું મારો દોર
નહિ જાઉં ક્યાંય જો તું હઈશ સંગ

Gujarati Poem by Shree...Ripal Vyas : 111441792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now