આ નગરમાં એક પણ બારી નથી
ત્યાં જવાની એટલે તૈયારી નથી
પ્રેમમાં પડવુ હતુ તો પડી ગયા,
ના મટે એવીયે બિમારી નથી
રાહ જોઈ થાક્યા આ નયનને,
તું કહે છે મે તને આવકારી નથી
ને તમે મળતા નથી ને એટલે,
થાય તબિયત રોજ આ સારી નથી
બારણે હંમણા જ મે જોયા હતા,
વાત સાચી, ધારણા ધારી નથી
- કલ્પેશ સોલંકી "કલ્પ "