થઈ ગયા વેરાન ઘર સુના આગંણ રહી ગયા અવંસરો વીતી ગયાં ને શુષ્ક તોરણ રહી ગયા થઈ ગયું બરબાદ ઉપવન એના કારણો રહી ગયા વુક્ષ ના માળા ગયા સળગી ને બળતણ રહી ગયા મન વાગોળે છે હજી ભુતકાળ ના સંભારણા ન રહ્યો સામાન કિન્તુ એના ભારણ રહી ગયા માનવી જ ગુમ થઈ ગયા વ્યક્તિત્વ ના વિસ્તારમાં રૂપ સૌના ઊડી ગયા ને માત્ર દપૅણ રહી ગયા એમજ સકેલાઈ ગઈ જીવન કથા એના વગર થઈ ગયુ પુસ્તક પુરુ ને પ્રકરંણ રહી ગયા હર પ્રસંગે યાદ આવે છે હજુ પણ એની એ પરાયા થઈ ગયા તોય સગંપણ રહી ગયા... મીનુ