#પતંગ
જીવનની આ પતંગને સંભાળી ને રાખજો..
તેની આ દોરી ને મજબૂત બનાવજો.
તેની આ દોરી તમારા હાથમાં જ રાખજો.
પરિશ્રમ, સચ્ચાઈ, પ્રામાણિકતા, નીતિ નાં દોરી પર રંગ ચડાવજો,
જેથી કરીને તમારી પતંગ કોઈ આરામથી કાપી ન શકે.
અન્ય ની પતંગ કાપવા કરતાં ,પોતાની ઊંચી ઉડાવજો.
બસ,આ ઉડાન ની મજા માણજો...
કારણકે,
એક ના એક દી' આ પતંગ કપાવવાની જ છે.......