છે સાથ તારો તો ન્યાલ છું હું....
લાગ્યું નથી ક્યારેય એકલાનો છે આ જંગ મારો...
હસ્યાં રડ્યા ને લડ્યા ઝઘડયાં પણ....
સુખ ને દુઃખ માં મને મળ્યો જીવનભર નો સંગ તારો....
માણી શક્યો સારા સમય ને તું છે સાથે તો....
ખરાબ સમયમાં તેં રાખ્યો રંગ મારો....
આયખું ગયું ને કહેવાનું રહી જ ગયું....
તારી હૂંફની હવાથી ઉડે છે પતંગ મારો....
#પતંગ