આ જિંદગી છે મારી જીવવી છે મારે
ના હંમેશા બધા ની સાથે રહીને
ના હંમેશા એકલતામાં રહીને
આ જિંદગી છે મારી જીવવી છે મારે
ના હંમેશા બિન્દાસ રહીને
ના બહું ચિંતા કરીને
આ જિંદગી છે મારી જીવવી છે મારે
ના બધી ઈચ્છાઓ ને મારીને
ના બધી ઈચ્છાઓ ને પૂરી કરીને
આ જીંદગી છે મારી જીવવી છે મારે
ના સર્વસ્વ ગુમાવીને
ના સર્વસ્વ મેળવીને
આ જીંદગી છે મારી જીવવી છે મારે
ના કોઈને હરાવીને
ના તો પોતે જીતીને
આ જિંદગી છે મારી જીવવી છે મારે
ના પોતાને આગળ રાખીને
ના કોઈને પાછળ રાખીને
આ જિંદગી છે મારી જીવવી છે મારે
ના હંમેશા દુઃખી થઈને
ના બધાને દુઃખી કરીને
આ જીંદગી છે મારી જીવવી છે મારે
ના બહુ વિચારીને
ના સાવ વિચાર્યા વગર
આ જીંદગી છે મારી જીવવી છે મારે
ના નાના મોટા નું ભાન ભૂલીને
પણ બધા નું ધ્યાન રાખીને
આ જીંદગી છે મારી જીવવી છે મારે
ના હમેશાં બધાંનું ધાર્યું કરીને
ના હંમેશા પોતાનું ધાર્યું કરીને
આ જીંદગી છે મારી છે જીવવી છે મારે
ના હંમેશા સ્વાવલંબી બનીને
ના હંમેશા પરાવલંબી બનીને
આ જીંદગી છે મારી જીવવી છે મારે