તમને સમજો તો આ છે મારો વ્યંગ,
શબ્દોથી લડી રહ્યો છું હું આ જંગ.
હું નથી ગરીબ કે નથી મારે શ્રીમંતાય,
છું હું મધ્યમ વગર કપાયો મારો પતંગ.
આ માર મંદીનો, ધંધા થઈ નથી ખુલ્લા,
દીકરીના કરિયાવરના સપના થયા ભંગ.
દેવાના બોજ નીચે જીવતું મારુ કુટુંબ,
પીસાય જાય છે બધું મોંઘવારીને સંગ.
દીકરાને બનાવવો હતો મારે સારો ડોક્ટર,
ફી ના પૈસા ભરવા ખૂબ કર્યા છે મેં જંગ.
મારી વ્યથા માત્ર લખાણમાં જ રહી જશે,
દુનિયા તો ચાલે છે, જોરું, જાગીરને સંગ.
મનોજ સંતોકી માનસ
#પતંગ