દોરાથી પતંગ ચગાવી આકાશને અડવું અદ્ભુત લાગે,
વાદળો સાથે વાત કરતી પતંગ જોવાની કેવી મજા આવે !
પણ થોડી વારમાં કોઈ પેચ લાગે ને દોરો કપાઈ જાય,
જાણે પતંગ એક નાનું જીવન જીવી ગઈ એવું લાગે,
પણ અમુક આખી તૂટી જાય ને જાણે મોક્ષ મળી જાય,
અમુક તૂટે તોય સેલોટેપ લગાવી ફરી તુટક જીવી જાય,
જીવન પણ આવું જ છે મન ભરી સારું જીવી લેવાનું,
ક્યારે જીવનરૂપી દોર કપાઈ જાય શું ખબર........
#પતંગ