# પતંગ અને માણસ.
પતંગ રંગીન,
માણસ રંગીન.
પતંગને ઊંચે જવું,
માણસને ઊંચે જવું
પતંગ આકાશે ઉડે,
માણસ આકાશે ઉડે.
પતંગ સ્થિર થાય,
માણસથી સ્થિર ન રહેવાય.
આકાશે પવન બદલાય.
માણસનું મન બદલાય.
પતંગથી પતંગ કપાય,
માણસથી માણસ છેતરાય.
આખરે પતંગ લૂંટાય,
માણસ મનમાં જ ઘૂંટાય.
અશોક ઉપાધ્યાય.
#પતંગ