#પતંગ
અસિમિત થઈ આકાશે ઉડી આ લાગણીઓની પતંગ,
તંગ છે થોડા સંબંધો પણ પેચ નહીં લઈને રાખીએ રંગ.
વિચારોની સ્થિરતાને આપી થોડી ઢીલ ઉડાડીએ પતંગ,
પોતાના ગણી સાચવીએ પ્રસંગ આ જીવન નથી જંગ.
મુશ્કેલીમાં સામા પવને પણ ઊડાડવી પડશે આ પતંગ,
હુંફની ફિરકી ને સ્મિતનો માંજો આ સંબંધમાં છે સંગ.
પેચ લાગશે ને સમજણ વિના ક્યારેક કપાશે આ પતંગ,
તોય નવી આશા સમી આ પતંગનો નહીં છોડીએ ઉમંગ.