" કોફીની સોડમ "
સવારની કોફી અને ખુશનુમા સવાર એ બંને મને ખૂબ વ્હાલા...
સવારનું એ મીઠું, મધુરું વાતાવરણ, ઠંડો શીતળ પવન, પક્ષીઓનો મીઠો કલરવ અને એકદમ નિરવ શાંત વાતાવરણ અને સાથે હોય એ મઘમઘતી કોફીની સોડમ....પછી પૂછવું જ શું...???
હું, મારી કોફી, મારું છાપું અને મારો હિંચકો એનો સાથ અનેરો છે..જે મને કંઇક મજાની દુનિયાનો અહેસાસ કરાવે છે.
આજનો દિવસ ખુબ સુંદર જશે તેની પ્રતીતિ કરાવે છે. કંઇક વિશેષ લખવાની પ્રેરણા આપી જાય છે.
ધીમી ધીમી કોફીની સોડમ ઘેરતી...
કોઈ મીઠી મધુરી ખુશ્બુ વેરતી...
કોઈ અનેરી યાદોને લઇને આવતી...
પછી હું અને મારી કોફી બસ,
થાય એક કવિતાની રચના...
સવારની એ કોફી સાથેનો મારો પ્રેમ એક અતૂટ નાતો છે. જે મને એક અલગ જ ચેતના આપી જાય છે....જીવનની એક નવી ખુશનુમા સવાર....
- જસ્મીના શાહ 'જસ્મીન'