ક્ષણ જીત્યો એ #શૂરવીર
આજ સવારે જેવો આ #શૂરવીર શબ્દ કાને પડ્યો એટલે તુર્તજ મારી નજર સમક્ષ રાજા, સૈનિક અને યુદ્ધભૂમિ તરવરવા લાગ્યા. પણ શું #શૂરવીર એ આટલા પૂરતું જ સીમિત છે?
#શૂરવીર એટલે એવી વ્યક્તિ જે કશાકને હરાવીને પરાસ્ત કરીને જીત હાંસિલ કરે તે. અને ક્યારેક તો ખુદ હારીને પરાસ્ત થઈને પણ #શૂરવીર માં નામ નોંધાવતા હોય છે.
આજે હું તમારી સમક્ષ કૈક જુદા જ #શૂરવીર ની વાત કરવાનો છું. હાલમાં કોરોના મહામારીના પરિપ્રેક્ષ્યમાં એ દરેક દર્દી જેમનો મેડિકલ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેને મ્હાત કરીને, હોસ્પિટલે થી ઘરે પરત આવ્યા. આ એવા લોકો છે જે મક્કમ મનોબળ અને જીવવાની જીજીવિષા ધરાવે છે માટે જ કોરોના સામે ઝઝૂમ્યા અને જીત્યા.
બીજા જે શૂરવીર છે તે એ આખી મેડિકલ અને પેરા મેડિકલ ટીમ, જેઓએ પોતાનાં જીવનાં જોખમે કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. અને દર્દી જ્યારે સાજો થઈને ઘરે જાય છે તે તેમની જીત છે.
કોરોના વૈશ્વિક મહામારી જ્યારે એક ઇતિહાસ રચી રહી છે, ત્યારે આ અને આવા અનેક #શૂરવીર ની ગાથાઓ તેના પન્ને લખાઈ રહી છે.
#શૂરવીર