જીવન એક કાચનું વાસણ,
એને તોડે કોણ?
વિખૂટા પડેલા અર્થને શબ્દો સાથે જોડે કોણ?
સવારે જોયેલું સ્વપ્ન હજી અધૂરું છે,
ત્યારે બપોરના મૃગજળ પાછળ દોડે કોણ?
પોતીકા ચહેરાઓ અજાણ્યા લાગતા હોય
ત્યારે નવા ચહેરાને ઓળખે કોણ?
અનેક લાગણીઓ વીંટળાતી ફરે આ મનને
ભલેને રહયું એ કોરૂંધાકડ, એને ભીંજાવા દે કોણ?