Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાગલ બનાવી શકે છે વ્યક્તિની કુંડળીના આ યોગ, આ ઉપાય સાથે સાવચેત રહો!
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં કેટલાક એવા યોગ હોય છે જે વ્યક્તિને પાગલ થવાની શક્યતાઓ જણાવે છે. પાગલપનની બિમારી કોઇને બાળપણથી હોય છે તો કોઇને મોટી ઉંમરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કોઇ વ્યક્તિની કુંડળીમાં પાગલ યોગ બની રહ્યો હોય તો તેવા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. આ પ્રકારના યોગોના અશુભ પ્રભાવોથી મુક્તિ માટે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જણાવવામાં આવેલ ઉપાયો કરવા જોઇએ.
– જો કોઇની કુંડળીમાં બુધ-મંગળ એક સાથે હોય તો એવા વ્યક્તિને લોહીથી જોડાયેલ રોગો થાય છે. મંગળ-બુધ બન્નેના ખરાબ થવાની સ્થિતિમાં વ્યક્તિને પાગલપનની બિમારી થઇ શકે છે.
– જો કોઇ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર, બુધની યુતિ કેન્દ્ર સ્થાનમાં બની રહી હોય અથવા આ બન્ને ગ્રહ લગ્ન ભાવમાં સ્થિત હોય તો વ્યક્તિ ઉન્માદી અથવા અલ્પબુદ્ધિ ધરાવનાર હોઇ શકે છે.
– જ્યારે વ્યક્તિની કુંડળીમાં ભાગ્ય અને સંતાન ભાવમાં સૂર્ય, ચંદ્ર હોય તો વ્યક્તિનો માનસિક વિકાસ સારી રીતે થતો નથી અને તે માનસિકરૂપે નબળો રહી જાય છે.
– જો કુંડળીમાં મંગળ સપ્તમ સ્થાનમાં હોય તથા લગ્નમાં ગુરુ હોય તો વ્યક્તિને કોઇ આઘાતને કારણે પાગલ થવાની શક્યતા હોઇ શકે છે.
– જો કુંડળીમાં ગુરુ અને શનિ કેન્દ્રમાં સ્થિત હોય અને શનિવાર અથવા મંગળવારનો જન્મ હોય તો વ્યક્તિ પાગલ થઇ શકે છે.

પાગલપનથી બચવાના ઉપાયો
– કોઇ નિષ્ણાત જ્યોતિષથી સલાહ લઇ અશુભ યોગોનો જ્યોતિષીય ઉપચાર કરાવવો જોઇએ.
– દરરોજ ગૌમૂત્રનું સેવન કરવું.
– બુધના મંત્રોનો જાપ કરો.
– દરેક દિવસ શિવજીની વિધિ પૂર્વક પૂજા કરો.
– બુધવારે ગાયને ધાસ ખવડાવો.
– હનુમાન ચાલીસાનો પાઠ કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111439249
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now