Gujarati Quote in Poem by Keyur

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેંજ કહ્યું હતું કે શાંત રેહવા દો સ્મિત ને, બોલવા દો મૌન ને
કહ્યું ત્યારથી ગોતું છું, ગલીએ ગલીએ ભટકું છું
ગુલઝાર ની કલમ વાંચી લીધી,તો ગાલિબ ની નઝમ
રાધા કૃષ્ણ ને સમજ્યા તો કર્ણ ઉર્વી ને
સ્મિત ને અજમાવી જોયું, ને જીવન ની રીત ને પણ
મળ્યું નહિ મૌન મને કદી, દેખાયું નહિ હાસ્ય એનું કદી
એને ઉગતા સૂરજ ની રોશની ગમે છે
એને મને ચમકતા ચાંદા ની શીતળતા
એને ઘર માં રહી ને બેસવું ગમે છ
એને મને પવન ને વેગે ઊડવું
સવાલ હતો કે કેવી રીતે મેળ થાય એમ
કેમકે નાનપણ થી પશ્ચિમ ને તો પૂર્વ નું વિરોધી જ જણાવવામાં આવ્યું હતું
ત્યાં તો ટમટમતા તારલા પણ બોલી ઉઠ્યા
કે અરે પશ્ચિમ વગર પૂર્વ નું પણ ક્યાં મહત્વ છે,
દિવસ વગર રાત નું પણ ક્યાં ગમત્વ છે
એમ એના એ સૂર્ય વગર તારા ચંદ્ર નું પણ શું મહત્વ છે!

Gujarati Poem by Keyur : 111438746
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now