" સ્ત્રી "
નારી તું નારાયણી કહેવાય છે. સ્ત્રીની અંદર અપાર સ્નેહ અને વાત્સલ્ય સમાયેલું છે. સ્ત્રી વગર પુરૂષનું જીવન અશક્ય છે. સ્ત્રીને સમજવી મુશ્કેલ જ નહિ પણ નામુમકીન છે.
સ્ત્રીના અનેક રૂપ છે. નાની બાળકી પણ પોતાનાથી નાના ભાઇ-બહેન આગળ તેમની માતા બની તેમને વ્હાલ કરતી હોય છે. સ્ત્રી પત્ની હોય પણ જમવાનું પીરસે ત્યારે ' માતા ' ના સ્વરૂપમાં હોય છે અને રસોઈ બનાવે ત્યારે અન્નપૂર્ણાના સ્વરૂપમાં હોય છે. દુષ્કર્મ આચરનાર નરાધમ માટે તે ' મા કાળકાનું ' સ્વરૂપ પણ લઈ શકે છે.
અત્યારના સમયમાં તો સ્ત્રી પુરૂષ સમોવડી બની ગઈ છે. અને કેટલાક ક્ષેત્રમાં તો પુરૂષ કરતાં આગળ પણ નીકળી ગઈ છે.
-જસ્મીના શાહ 'જસ્મીન'