Gujarati Quote in Questions by Avani

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાથમાં સામાન ને કાંખમાં છોકરું,
પરસેવે રેબઝેબ નહાય છે....
ધોમધખતો તડકો ને મારગ છે લાંબો,
કેમ પહોંચાશે એની મુંઝવણ થાય છે....
પહેલી વાર એ વાત નો હરખ જણાયો નથી,
કે પોતે માદરે વતન ભણી જાય છે....
તકલીફ તો પડે જ છે આ કાળ માં બધાંને,
પણ છેવટે તો પોતાનાં માળા માં ભરાય છે....
નથી ખબર મંજિલ સુધી પહોંચશે કે નહીં,
તેમ છત્તા બસ ચાલ્યે જ જાય છે....
આમ તો છે બધાં જ કાળા માથાનાં મારા પ્રભુ,
તો પછી આમની સાથે આ તારો કેવો ન્યાય છે....
#ન્યાય

Gujarati Questions by Avani : 111438389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now