શું આપ જાણો છો કે, શા માટે છે શનિદેવનો રંગ કાળો?
બધા દેવી-દેવતાઓમાં સૂર્યના રૂપમાં પરમ તેજસ્વી છે. સૂર્યની પૂજા કરવાથી ભક્તોના રૂપમાં પણ તેના જેવા જ તેજસ્વી અને ગૌર વર્ણ થઈ જાય છે. સૂર્ય દેવ બધાને તેજ પ્રદાન કરે છે પરંતુ તેના પુત્ર શનિનું રૂપ શ્યામ વર્ણ છે. સૂર્ય પુત્ર થયા પછી પણ શનિનો રંગ કાળો શા માટે છે આ સંબંધમાં શાસ્ત્રોમાં એક કથા બતાવવામાં આવી છે.
આ કથા અનુનસાર સૂર્યદેવનો વિવાહ પ્રજાપતિ દક્ષની પુત્રી સંજ્ઞાથી થયો. સૂર્યના રૂપથી તેજસ્વી હતા, જેથી જોઈ શકવા સામાન્ય આંખો માટે શક્ય ન હતા. આથી સંજ્ઞા તેના તેજનો સામનો કરી શકતી ન હતી.
થોડાક સમય પછી દેવી સંજ્ઞાના ગર્ભથી ત્રણ સંતાનોનો જન્મ થયો આ ત્રણે સંતાન મનુ, યમન અને યમુના નામથી પ્રસિદ્ધ છે. દેવી સંજ્ઞા માટે સૂર્ય દેવનું તેજ સહન કરવું મુશ્કેલ હચું આથી સંજ્ઞા પોતાની છાયાને પતિ સૂર્યની સેવામાં લગાવી દિધા અને પોતે ત્યાંથી ચાલી ગઈ.
થોડા સમય પછી સંજ્ઞાની છાયાના ગર્ભથી શનિ દેવનો જન્મ થયો. છાયાનું સ્વરૂપ કાળું જ હતું તેના કારણે તે શનિ પણ શ્યામ એટલે કે કાળા રંગના થયા.