આજે કોઇને ઘરે બેસી રહેવું ગમતું નથી સૈને બહાર હરવા ફરવાનું ગમતું હોયછે. પહેલા તો માણસને એક દિવસ ઘેર બેસવાનો વારો આવે તો તેને કેટલીય તકલીફો થતી હતી ને આજ લોકડાઉનને લીધે સળંગ દોઢ મહિનાથી માણસ પોતાના ઘેર બેઠો છે વગર કોઇને ફરિયાદ કર્યા વગર તો વિચારો કે તેના માણસ (મન) ઉપર કેવી અસર થતી હશે!
સુવાનું, ઉઠવાનું ને ખાવાનું બસ આ ત્રણ જ પ્રવૃતિ તેને આખો દિવસ નિભાવવી પડેછે. તેને પોતાની નોકરી, ધંધો, વેપાર ઘણુંબધું યાદ આવતું હશે પણ તે કરવા કે ખોલવા લાચાર છે કારણકે કોરોના વાયરસથી આખી દુનીયા લોકડાઉન હેઠળછે...બહાર ખાલી ખાલી રખડવું એટલે જોર જોર થી શરીર ઉપર પડતા પોલીસના પ્લાસ્ટીકના એ દંડા યાદ કરવા પડે સડ સડ સડ..
વધુમાં ઉઠ બેસ તેમજ મરઘા ચાલ કરવી પડે તે જુદી...
કહેવાનો મતલબ એ છે કે જયારે આપણે મુંગા પક્ષીઓને પાંજરે પુરી દઇએ છીએ ત્યારે તેમને પાંજરામાં રહીને કેવી હાલત થતી હશે! તે દશા આજનો માણસ લોકડાઉનમાં સારી રીતે જાણતો થયોછે.
આઝાદી કોને ના ગમે! સૈ કોઇને આઝાદી ગમતી જ હોયછે.પાંજરે પુરાવવું કોઇને ગમતું નથી આજ પક્ષીઓ બહાર ખુલ્લા દિલે ફરતા હોયછે જયારે આખો દિવસ બહાર રખડનારો માણસ આજ ચોવીસ કલાક ઘરમાં ના છુટકે સંતાઇને બેઠો હોયછે.કારણકે પક્ષીઓને કોરોનાની બિલકુલ ચિંતા નથી પણ ચિંતા ફકત માણસને જ છે કે કોરોના વાયરસ પોતાના શરીરમાં દાખલ ના થઈ જાય! આજ પક્ષીઓ પિંજરાની બહાર છે ને માણસ પિંજરામાં લપાઇને બેઠોછે.
એક લાચાર, નિરાધાર, મજબુર, બનીને કારણકે વુહાનથી આવેલો ચીનનો કોરોના વાયરસ આજ તેની પાછળ પડયોછે.