Gujarati Quote in Thought by Mastermind

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેશને કહો તૈયાર છે આર્થિક પેકેજ, હવે #માત્ર આત્મનિર્ભર એજ કલ્યાણ

શું #માત્ર સરકારની જ જવાબદારી છે, કોરોના સામે યુદ્ધ લડવાની? આનો #એકમાત્ર જવાબ છે ના. કોરોનાને ફેલાતો અટકાવવા દરેક વ્યક્તિ #માત્ર બેજ બાબતોનું ધ્યાન રાખે એક #માત્ર બે ગજનું અંતર અને બીજું મોઢા પર #માત્ર માસ્ક. મેડિકલ સાયન્સ કહે છે કે #માણસમાત્ર એ કોરોના સાથે જીવતા શીખી જવું પડશે.
ખેર આમ કરતાં કરતાં આપણો દેશ ચોથા લોક ડાઉન તરફ વધી રહ્યો છે. લાગે છે કે સરકાર #માત્ર ને રસ છે નાગરિકોની સુરક્ષા નો. બાકી બધાને તો #માત્ર ઈકોનોમી ની જ પડી છે. દેશને ઇકોનોમિક ક્રાઇસિસ માંથી બહાર કાઢવા માટે સરકારે ₹ ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે.
બારીકાઈથી જોઈએ તો એવું #એકમાત્ર ક્ષેત્ર બતાવો કે જ્યાં ચાઈનીઝ પ્રોડક્ટનો પગ પેસારો ના હોય. આવી વિકરાળ પરિસ્થિતિ વચ્ચે #માત્ર આર્થિક પેકેજ થી દેશ આગળ નહિ આવે. માટે જ પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર બનવા માટે આહ્વાન આપ્યું છે. શું આપણી નિયત છે, દેશને આત્મનિર્ભર થતો જોવાની?
#માત્ર

Gujarati Thought by Mastermind : 111437241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now