મોંમાં છાલા, ખાવામાં હડતાલ, તો અજમાવો આ ઈલાજ
મોંમાં પડે છાલા કે ચાંદા તો હેરાન ન થાવો અને અપનાવો આજે જ આ ઘરેલું નુસ્ખાઓ...
- જીભ પર છાલા હોય તો બે કેળા દહીં સાથે સેવન કરો.
- સેતુરનું શર્બત એક ચમચી કપ પાણીમાં મેળવીને કોગળા કરવાથી લાભ થાય છે.
- તુલસી અને ચમેલીના પાન ચાવવાથી છાલા સારા થઈ જાય છે.
- મોં માં છાલા હોવાથી કારેલાનો રસ મોંમાં રાખવાથી લાભ થાય છે.
- મોંમાં જ્યાં છાલા હોય તો, ચણોઠીના પાનને ચાવીને રાખો, બે મિનિટ પછી થૂંકી નાખો.
- એક ચમચી પિસેલી હળદર હરડે રોજ રાતના ગરમ દૂધ કે ગરમ પાણી સાથે ફાંકી જાવો. મધમાં પીસેલી બારિક હરડે મેળવીને છાલા પર લગાવો.
- લીંબૂને ગરમ પાણીમાં નીચોવીને કોગળા કરો. છાલાને સારા કરવાના માટે વધારે માત્રામાં લીંબૂનું સેવન કરો.
- તુમડાના બીજ જીભ પર રાખવાથી ઠંડક લાગે છે. થોડીવાર સનસનાહટ થાય છે પછી લાળ નિકળે છે અને દર્દ બંધ થઈ જાય છે. આ બીજને બારિક પીસ કરી છાલા પર રાખો. થોડીવાર પછી થૂંકી નાખો. આવી ત્રણ વાર રોજ કરો.