વિષાદ અને પીડાની આ ક્ષણોમાં માત્ર તારો આધાર છે પ્રભુ, કાંટાળા આ
પથમાં, ધોમધખતા આ તાપમાં શીતળ છાયા મળે એની રાહ જોઉં છું,ખુલ્લી કિતાબ જેવી મારી જીંદગીમાં,તલવારની ધારે જીવેલાં જીવનમાં કોઈ સુખનો સાગર લહેરાવી દે એની રાહ જોઉં છું, જિંદગીના આ ખેલમાં શિવ તારા જેવો કોઈ ઉત્કટ પ્રીત કરતું રાહબર મળી જાય એવી અપેક્ષાઓમા જીવું છું!