આમ જોવો તો કાનો માત્રા
લાગે મોરલી વાળો કાનો માત્ર..
હ્રસ્વ ઇ દીર્ઘ ઈ ઓઢી જાણે,
ગોરી રાધાએ પ્રેમલ ઓઢણી..
હ્રસ્વ ઉ દીર્ઘ ઊ એવા રે બેઠા
માંડ્યા છે જાણે ગણેશ દુંદાળા..
ઔ તણું ટોળુ કેમ એવું ભાસે?
ચાચર ચોકે સખીઓ સંગે માડી..
અં તણી માથે રાતી એ બિંદી
યાદ તારા લલાટની જ આપે...
દેવાંગ જોને બારાક્ષરીની સાખે
સઘળે તું ને તું જ છે ભાસે....
-- દેવાંગ દવે ©
#માત્ર