Gujarati Quote in Quotes by Ashish

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શનિવાર નો સંબંધ સેતુ.....
પ્રિય પરિવારજનો............
સંબંધ એટલે સારી વ્યક્તિ નું સમજણ અને મનમેળ સાથે નું પવિત્ર બંધન. સંસ્કાર સંબંધ નું સિંચન કરે છે. સબંધ સેતુ પરિવાર મા તથા સમાજ માં જોડવાનું કાર્ય કરે છે.સંબંધ પ્રકાશ ના અસ્તિત્વ નો અહેસાસ કરાવે છે. સંબંધ એકલતા ને દૂર ધકેલે છે તથા કોઈક ની સાથે પોતીકા પણા ની લાગણી દર્શાવે છે. ક્યારેક સંબંધો મા ગેરસમજ નું આવરણ ચડે છે ત્યારે માનસિક વ્યથા અને દુઃખ ની અનુભૂતિ થાય છે. આવા સમયે આપણી ફરજ છે કે આપણે પહેલ કરીએ.
,*સંબંધો મા પડેલી તિરાડ ભૂલી જોઈએ....દિલ ના કમાડ જરા ખોલી જોઈએ....સંબંધ એવા હોવા જોઈએ કે બીજાના સુખ મા નિમિત્ત અને દુઃખ મા ભાગીદાર હોવા જોઈએ. એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વ નું અને સામેવાળા ના અસ્તિત્વ નું સદાય માન જાળવી રાખે છે. આપણે એવું માનીએ છે કે આ જગત માં સાચા નો શિકાર થઈ જાય છે અને જુઠ્ઠા નો જય જય કાર થાય છે. આ સંપૂર્ણ સત્ય નથી. યાદ રાખો જે પ્રગટે છે એ જ દુનિયા માં અજવાળું ફેલાવે છે પરંતુ જે બળતા રહે છે એમની તો રાખ જ થાય છે. હસતા માણસ ની સોબત - સંબંધ એક અત્તર ની દુકાન જેવી છે, સાહેબ કશું નહિ તો ત્યાંથી પસાર થશો તો સુગંધ - સુવાસ તો મળશે જ.
મિત્રો, અભાવ દૂર કરી ને ભાવ પ્રગટાવે તેનું નામ સંબંધ. સ્વભાવ સુધારી ને સમભાવ આવે તેમજ સંબંધ મા સમજણ નો પ્રભાવ કાયમ રહે તેવી ઈશ્વર વંદના. આપ સૌ પરિવારજનો નો સંબંધ નો સેતુ સદા સુખમય રહે તેવી શુભકામના.............
આશિષ

Gujarati Quotes by Ashish : 111436263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now