આંખમાં ઝેર ને ધોતિયા ની લેર,
છોડો હવે ભૂદેવ એક બીજા સાથે વેર,
આમજ લડતા રહીશું ને આમ જ મરતા રહિશુ,
ક્યારેક તો ભેગા થઈ ને એક બીજા નું ખેંચ.
જ્ઞાન ને વિજ્ઞાન નાં અભિમાન માં અને પૂર્વજો નાં માન માં
ક્યાં સુધી આપણુ ગાડુ ગબડાવશું?
ક્યારેક પોતાના નામ અને પોતની આવડત ની ગણના થતા તો દેખ.
હુંજ સર્વસ્વ છુ ને હુજ હુજ છુ આ હું નાં અહમ માંથી બહાર નીકળી ને આપણાં સમાજ સામે તો દેખ,
એ ભૂદેવ તુ દેવ છે કે દાનવ એક વાર તારા કર્મો નાં પારખા કરી ને તો દેખ.
સંધ્યા પૂજા ભૂલ્યા, ભૂલ્યા વેદ વિચાર, શાસ્ત્રોની તો સમજ ભૂલ્યા ને કરીયે એક બીજાની ખેંચમ ખેંચ,
જનોઈ નું જસ ને શિખા ની શ્રેષ્ટતા એજ તો બનાવે ભૂદેવ ને વિશેષ.
લગાવ તિલક, લે સપથ, ઝાલ હાથ ને વધ આગળ પોતાને એક વાર દેવ બનાવી દેખ.
એ ભૂદેવ એક વાર ભૂ-દેવ બનાવી દેખ.