આવો ગયું, પધારો ગયું ને સાથે નમસ્તે પણ ગયું,
"હાય" અને "હેલ્લો"ના હાહાકારમાં સ્નેહભીના શબ્દો ગયા....
મહેમાન ગયા, પરોણા ગયા ને અશ્રુભીના આવકાર ગયા ;
"વેલકમ" અને "બાય - બાય"મા લાગણીઓ સાથે તણાઈ ગયાં....
કાકા ગયા, મામા ગયા, માસા અને ફુવા ગયા,
એક અંકલના પેટમાં એ બધા ગરકાવ થયા....
કાકી, મામી, માસી, ફોઈ ને સ્વજનો વિસ્તાર ગયા,
આંટી ના એક #માત્ર નામમાં એ બધાં જ સમાઈ ગયા....
કુટુંબ નામનો માળો તૂટ્યો, પંખી વેરવિખેર થયા,
હું ને મારામાં બધા જકડાઈ ગયા....
હાલરડાંના હલ્લા ગયા, લગ્નના ફટાણા ગયા,
ડીજે ને ડિસ્કોના તાનમાં બધા ગરકાવ થઈ ગયા...
આઈસ્ક્રીમના આડંબરમાં મીઠા ગોળ ને ધાણા ગયા.
લાપસી ગયા, કંસાર ગયા, ખીર અને ખાજા ગયા,
કેકના ચક્કરમાં બધા ફસાઈ ગયા....
માણસ માંથી માણસાઇ ને સંબંધ ગયા ને કામપૂરતા માત્ર મોબાઈલ નંબર રહી ગયા......🙏
#માત્ર