ઝૂલતા મિનારા

સફરમાં કદમથી કદમ ચાલનારા,
મળે છે કદીના નદીના કિનારા.

તમારું અમારું મિલન કૈક એવુ,
ભળે જેમ જાણે ક્ષિતિજ ના ચિતારા.

અહીં કોઇ અડશો અસર ત્યાં થશે જો,
ઉભા છે અડીખમ આ ઝૂલતા મિનારા.

અગાસી ઉપરની નિહાળી ઉદાસી,
ચમકતા નથી આજ કોઈ સિતારા.

@ મેહૂલ ઓઝા

Gujarati Poem by Mehul Oza : 111435799

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now