એક વિચાર રજૂ કરું છું ......
કોઈ હિન્દૂ ,મુસ્લિમ,શીખ,ઈસાઈ બની ગયો.
પ્રાકૃતિક માણસ મટી, સાંસ્કૃતિક બની ગયો.
કોઈ ઉચ્ચ બની ગયો, કોઈ નીચ બની ગયો.
જન્મ ,ધર્મ, વર્ણના લીધે માણસ મટી ગયો.
કોઈ ગરીબ બની ગયો, કોઈ શ્રીમંત બની ગયો.
આ બન્નેની વચ્ચે મધ્યમવર્ગ પીસાતો થઈ ગયો.
લિંગની ભિન્નતાના કારણે ઉછેર અલગ બની ગયો.
આ અલગતાના કારણે માણસ માણસ મટી ગયો.
આ સામાજિકતામાં રહેતા વ્યક્તિ વૃદ્ધ થઈ ગયો.
મર્યો ત્યારે ફરી જન્મ વખતનો માણસ થઈ ગયો.