અંતર્મુખ છું એટલે લોકો મજાક કરે છે.
મૂર્ખ નથી સમજુ છું લોકો મજાક કરે છે.
સમજપૂર્વકના મારા વાણી વર્તન હોય છે,
લોકો અને લોકો બહુજ અચરજ કરે છે.
બહુ નિખાલસ ને બહુ બોલનારા મળે છે,
કયારેક આવો સ્વભાવ પછી નડયા કરે છે.
અંતર્મુખ બની ખુદ ને તો પહેલા મળી લે,
દુનિયા આખી ને મળવાની દોડ્યા કરે છે.
#અંતર્મુખ