સૌ કોઈ પાગલ છે અહીં પણ,
ક્યાં કોઈ ને પોતાનૂ પાગલ પન દેખાય છે.
કોઈ પ્રેમ માં પાગલ,
કોઈ પૈસા માં પાગલ.
કોઈ ખોઈ ને પાગલ,
કોઈ મેળવી ને પાગલ.
કોઈ યાદો માં પાગલ,
કોઈ વાતોમાં પાગલ.
કોઈ આંખો ના નશા માં પાગલ,
કોઈ શરાબ ના નશા માં પાગલ.
કોઈ પાગલપન માં પાગલ,
કોઈ શાણપણ માં પાગલ.
કોઈ ખોઈ ને પાગલ,
કોઈ ખોવાઈ જવા ના ડર માં પાગલ.
કોઈ મેળવી ને પાગલ,
કોઈ ગુમાવી ને પાગલ.
કોઈ અંધશ્રદ્ધા માં પાગલ,
કોઈ વેપાર ધંધા માં પાગલ.
સૌથી વધારે મેળવવા ની હોડ માં માણસ,
અહીં પાગલ ની જેમ ફરતો દેખાય છે.@