નાભિમાં અત્તર લગાવવાથી થઇ શકે છે આ ફાયદા, જાણીને લાગશે નવાઇ
વ્યક્તિની કુંડળીમાં હયાત ગ્રહોની દશા તેના જીવનને અસર કરે છે. જે લોકોની કુંડળીમાં ગ્રહ શુભ સ્થિતિમાં હોય છે તેમને જીવનમાં સફળતા અને પ્રગતિ મળે છે. તથા જે લોકોની કુંડળીમાં ગ્રહ મહાદશામાં હોય છે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં શુક્ર નબળો હોય છે તેમને ધન અને એશ્વર્યની ઉણપ રહે છે.
પુરાણો પ્રમાણે પુરુષનો જન્મ ભગવાન વિષ્ણુની નાભિથી થયો હતો. તેથી તેને પવિત્ર માનવામાં આવે છે. બાઇબલમાં પણ કહેવામાં આવ્યું છે કે આ ધરતી અને સ્વર્ગને જોડે છે, માટે આ એક પવિત્ર જગ્યા છે. આવો જાણીએ શુક્ર ગ્રહ અને નાભિમાં અત્તરથી જોડાયેલ ઉપાયો જેને કરવાથી લાભ મળે છે.
– માનવામાં આવે છે કે ઘરથી બહાર જતી વખતે અત્તર લગાવવાથી વ્યક્તિને કયારેય પણ ધન અને એશ્વર્યની ઉણપ રહેતી નથી.
– ચંદન, ગુલાબ અને મોગરાના અત્તરને નાભિમાં લગાવવું વધારે શુભ અને અસરકારી માનવામાં આવે છે.
– ઉલ્લેખનિય છે કે ચંદન અને મોગરાના અત્તરને નાભિ પર લગાવવાથી વધારે ગુસ્સો અને અનિદ્રાની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.
– માઇગ્રેન એટલે કે માથાના દુખાવાથી છુટકારો મેળવવા નાભિમાં અત્તર લગાવવું ઘણું અસરદાર ગણાય છે.