Astrology ::: Measures Behind Sneezing Good And Bad
આક્ક્કક્છીક્ક્ક્ક્ક...છીંક આવી ગઇ? સમજો તેની પાછળનો સંકેત...................
આમ તો છીંક આવવી શરીરની સ્વભાવિક પ્રક્રિયા છે પરંતુ જુના સમયથી જ કોઈ કામની શરૂઆતમાં છીંક આવવી અશુભ માનવામાં આવી છે. છીંક સાથે આપણા સમાજમાં પ્રચલિત કેટલીક માન્યતાઓ તથા વિશ્વાસ છે છે જે પ્રચીન કાળથી ચાલતા આવ્યા છે. જૂના જમાનાથી જ છીંકને શુકન-અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે. અલગ-અલગ જાતિ તથા ધર્મમાં છીંક બાબતે અનેક ધારણઆઓ જોવા મળે છે જેમાં કેટલીક નીચે આપાવમાં આવી છે. તે સાથે જ આજે અમે તમને જણાવીશું ક્યારે છીંક આવવાથી કેવો લાભ અને નુકસાન થાય છે.
આગળ જાણો ક્યારે છીંક આવવી છે ફાયદાકારક......................
જો ઘરથી નિકળતી વખતે કોઈ સામેથી છીંકે તો કામમાં અડચણ આવે છે. જો એકથી વધુ વાર છીંકે તો કામ સરળતાથી પૂરું થઈ જાય છે.
-કોઈ મહેમાન જતી વખતે કોઈ તેમની ડાબી તરફ છીંકે તો તે અશુભ સંકેત છે.
-કોઈ વસ્તુ ખરીદતી કરતી વખતે છીંક આવે તો ખરીદેલી વસ્તુથી લાભ થાય છે.
-સૂતા પહેલાં કે ઉઠતાની સાથે તરત જ છીંક સંભળાય તો અશુભ માનવામાં આવે છે.
-નવા મકાનમાં પ્રવેશ કરતી વખતે જો છીંક સંભળાય તો પ્રવેશ સ્થગિત કરવાનું યોગ્ય માનવામાં આવે છે.
વ્યાવસાયિક કામની શરૂઆત કરતા પહેલાં છીંક આવવી વેપાર વૃદ્ધિનું સૂચક હોય છે.
-કોઈ દર્દી દવા લઈ રહ્યો હોય અને છીંક આવે તો તે ઝડપથી સારો થઈ જાય છે.
-ભોજન કરતાં પહેલાં છીંક સંભળાય તો તે અશુભ માનવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ દિવસના પ્રથમ પહોરમાં પૂર્વ દિશા તરફથી છીંક સાંભળે તો તેને અનેક કષ્ટ સહન કરવા પડે છે. બીજા પહોરમાં સાંભળે તો દેહ કષ્ટ અને ત્રીજા પહોરમાં સાંભળે તો બીજા દ્વારા સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થાય છે અને ચોથા પહોરમાં સાંભળે તો તેના કોઈ મિત્ર સાથે મુલાકાત થાય છે.
-ધાર્મિક અનુષ્ઠાન કે યજ્ઞ વગેરે શરૂઆત કરતા પહેલાં કોઈ છીંક ખાય તો અનુષ્ઠાન સંપૂર્ણ થઈ શકતો નથી.