તે તો આજે કહ્યું મને "પાગલ."
હું તો વર્ષોથી છું તારો પાગલ..
સમય ક્યાં ગયો તને જોવામાં..??
થઈ ગયો ક્યારે ઘાયલ..??
ચાતક જુએ વર્ષા ની રાહ જેમ..
એમ રાહ જોતો હું તારી વાલમ..
તે તો આજે કહ્યું મને પાગલ.
ભુલાય છે ક્યાં હજુ એ દિવસો..
આંખ સામે જ છે તું જાણે અરીસો..
નાનકડી બે ચોટલી ને પગમાં પાયલ..
જે જુએ તે પણ થઈ જાય ઘાયલ..
તે તો આજે કહ્યું મને પાગલ.
બહાનાં તને મળવાના શોધતો ફરું..
કેમ કરી તારો અવાજ સાંભળું..
જીતવા તારું દિલ હું ગમે તે કરું..
રહે તું સુખી બસ કહી દે એક ક્ષણ..
હા.. હા.. તું છે.."મારો" પાગલ..
પછી જીવી જશે આખો જન્મારો..
આ "પાગલ"
"પાગલ"
09/02/19
3:31 pm.
#પાગલ