#પાગલ
બેન, મારી દિકરી ગીતા પાગલ નથી. પાંચ મહિનાનો છોકરો હતો અને સાસરિયાઓએ બહુ માંદી રહે છે એમ કહી કાઢી મૂકી. કશુય ન હતું. દાક્તરને બતાયું તો કહે નબળાઈ ને કારણે ચક્કર આવતા હતા. દાક્તર ની દવાથી સારુ થઇ ગયું. આજે એ વાતને પાંચ વર્ષ થઈ ગયા. સાસરિયા ના છોકરો પાછો આપે છે, ના ગીતાને સાસરે પાછી બોલાવે છે. અમે ગરીબ માણસ, કોર્ટ કચેરી અમને કેમ પોસાય ? જ્યારથી ગીતા પાછી આઇ ત્યારથી સૂનમૂન બેસી રહે છે. ના ખૂલીને હસે છે ના ખૂલીને રડે છે. આ અનાથાલય માં એને કામ મળશે તો અનાથ બાળકોને માં મળશે અને મારી દિકરી ને બાળકો. મારી દિકરી ગીતા બાળકોને ખૂબ સારી રીતે સાચવશે. ગીતાની માં ની વાત સાંભળી ને અનાથાલય ના સંચાલિકાએ કેન્સલ કરેલી અરજી ઓની ફાઇલ માંથી ગીતા ની અરજી પાછી મંગાવી.