જીંદગી આખી
વર્ષા ના એ ઓસબુંદ જેવી
જે હાથ ઉપર પડે ને
છતાં હાથ ખાલી!!!
કદાચ તે "હા" પાડી હોત તો
મેઘધુષ્યના રંગે મારું મન
રંગાઈ ઉઠ્યું હોત
પાગલ મન નો મોર ટહુકો બની
ગાઈ ઉઠ્યો હોત
શરણાઈ ના સુર આટલા
બેસૂરા ના લાગ્યા હોત
હું તારા પ્રેમ ને
મારા સુખ નો પર્યાય સમજુ
એ જ તો મારી ભૂલ!!
હવે મને આ વિરોધાભાષી
સંબંધ માં કોઈ રસ નથી
ખાલી ખખડતા પાત્ર જેવું
જીવન હોય એવું લાગે છે
મારી પાસે હવે તું નથી
રસ્તો નથી, કોઈ દિશા નથી
છે તૂટેલી અભિલાષાઓ
અને અશ્રુ ના તોરણ
રસ્તા સામે મીટ માંડી
મૃગજળ માં ખોવાયેલી
બધા નામ ના દીવા ઓલવાઈ
ગયા છે ત્યારે
કોઈ ના નામ વિના "અસી"
અંધકાર નો ઓચ્છવ ઉજવું છું ...
#પાગલ #