આખુ જગ તેને પાગલ સમજી ધુત્કારે છે,
પણ કયારેક એની વીતી પણ સાંભળજો.
એને પણ સજજનમાંથી પાગલ કર્યો હશે!
એના પણ કયારેક જમાનાઓ હશે અને,
એના પણ કયારેક હશે ઠાઠમાઠ, રંગ-રુપ.
અને એને મન થયુ હશે લાગણી આપવાનુ,
પછી શુ લુંટાઇ ગયો હશે કોઇ નિર્દય દિલે.
અને આમ જ થયો હશે છે આજે એવો,
હા રશ્મિ એ પાગલ નહોતો પણ થયેલો છે.
આખુ જગ કહે પાગલ તેને અને દર્દ આપે,
પણ કયારેક તેની પણ વીતી સાંભળી લેજો.
બહુ સારી રીતે એ જાશે સમજાય સઘળુ,
પાગલ હોતા નથી પાગલ બની જવાય છે.
#પાગલ